અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસનો રાષ્ટ્રધ્વજના સન્માન માટે લોક જાગૃતિ લાવવા સ્તુત્ય પ્રયાસ

અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ દ્વારા લોક જાગૃતિ અર્થે વાહનચાલકો અને રાહદારીઓને રાષ્ટ્રધ્વજના પ્રતીક સમાન નાના ફ્લેગનું  વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ દ્વારા લોક જાગૃતિ અર્થે વાહનચાલકો અને રાહદારીઓને રાષ્ટ્રધ્વજના પ્રતીક સમાન નાના ફ્લેગનું  વિતરણ કરવામાં આવ્યું હતું.

દેશમાં આગામી રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગષ્ટની ઉજવણીની તૈયારીઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે,ત્યારે લોકોમાં દેશભક્તિ ઉજાગર થાય અને રાષ્ટ્રધ્વજનું માનસન્માન જાળવી શકે તે હેતુસર અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ દ્વારા એક સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.અંકલેશ્વર વાલિયા ચોકડી પાસેથી પસાર થતા વાહન ચાલકોને પોલીસે ફ્લેગ આપીને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી.વાહનચાલકો અને રાહદારીઓએ પોલીસના આ પ્રયાસને બિરદાવ્યો હતો.     
Latest Stories