New Update
ભરૂચ જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
ભરૂચ જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં આજ રોજ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્યના અરૂણસિંહ રણા અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, અને બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોશી, પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા
Latest Stories