New Update
અંકલેશ્વરના જૂના કાંસિયા ગામ પાસે અમરાવતી નદીનું વહેણ બદલાતા ખેતીજમીનનું ધોવાણ થતા ભરૂચના ધારાસભ્ય અને કલેકટરે નિરીક્ષણ કરી ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે એવી બાંહેધરી આપી હતી
ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા અંકલેશ્વર તાલુકાના જૂનાકાંસિયા ગામે અમરાવતી ખાડીનું વહેણ બદલાતા ગામની સીમમાં આવેલ અનેક જમીનો ધોવાઇ હોવાની બુમો ઉઠવા પામી છે.કાંસીયાગામના ખેડૂતો દ્વારા અમરાવતી નદીના નવા અને જૂના વહેણ બાબત કલેક્ટર,ધારાસભ્યતેમજ વહિવટી તંત્રને રજૂઆતકરવામાં આવી હતી ચર્ચાના અંતે નદીનું વહેણ બદલાતા ખેડૂતોની જમીનો બેટમાં ફેરવાયેલ છે.વાવેતરને ભારે નુકશાન થયાનું ધ્યાને આવેલ છે.જમીનોનું ધોવાણ અટકાવવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા સાથે ગેબિયન વોલ અને ડાઈવર્ઝન કેનાલનું કામ વિચારણા હેઠળ છે. આવનારા સમયમાં વિવિધ વિભાગો દ્વારા કામગીરી ચાલુ કરવા કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતુંધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર તુષાર સુમેરા,અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહજાડેજા,ટીડીઓ,હિરેન બારોટ,મામલતદાર કરણસિંહ રાજપૂત,નાયબ મામલતદાર ભરતભાઈ સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.
Latest Stories