ભરૂચ: ચાવજ રેલવે ફાટક નજીક મહિલાના ગળામાંથી રૂ.1.39 લાખની સોનાની ચેઇન તોડી ગઠિયા ફરાર

રાધાકૃષ્ણ સોસાયટી બહાર પાછળથી બાઈક ઉપર આવેલ બે ઈસમોએ મહિલાના ગળામાં રહેલ ૧.૩૯ લાખની પેન્ડલ વાળી સોનાની ચેઈન આંચકી ફરાર થઇ ગયા પોલીસે તપાસ હાથ ધરી

New Update
Bharuch Chain Sneching
ભરૂચના ચાવજ રેલ્વે ફાટક પાસે આવેલ રાધાકૃષ્ણ સોસાયટી બહાર બાઈક ઉપર આવેલ બે ગઠિયાઓ મહિલાના ગળામાં રહેલ ૧.૩૯ લાખની પેન્ડલ વાળી સોનાની ચેઈન આંચકી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના ચાવજ રેલ્વે ફાટક સ્થિત રામ નગર સોસાયટીમાં રહેતા વિદ્યાબેન સુરેન્દ્રસિંહ ઠાકોર સોસાયટીમાં રહેતા કૌટુંબિક સંબંધી સાથે બાજુમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં ભજન કીર્તન માટે ગયા હતા જેઓ ભજન કીર્તન પૂર્ણ કરી ગત તારીખ-૧૩મી સપ્ટેમ્બરના રોજ પરત ઘરે આવી રહ્યા હતા.તે દરમિયાન રાધાકૃષ્ણ સોસાયટી બહાર પાછળથી બાઈક ઉપર આવેલ બે ઈસમોએ મહિલાના ગળામાં રહેલ ૧.૩૯ લાખની પેન્ડલ વાળી સોનાની ચેઈન આંચકી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories