New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા આયોજન
શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી
ભવ્ય શોભાયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા
મહારાષ્ટ્રિયન સેવા મંડળ, અંકલેશ્વર તથા હિન્દુ ધર્મપ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાઆરતી સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારૂતિસિંહ અટોદરીયા,નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, મહારાષ્ટ્રીયન સેવા મંડળના ટ્રસ્ટીઓ નાથુભાઈ દોરીક તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યો, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નગરવાસીઓ જોડાયા હતા.
Latest Stories