અંકલેશ્વર: જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત કેન્સર સેન્ટરને રૂ.1.25 કરોડનું અપાયું અનુદાન !

શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના જે. બી મોદી કેન્સર સેન્ટરને જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું

New Update

અંકલેશ્વરના જે.બી.મોદી કેન્સર સેન્ટરને મળ્યું અનુદાન

રૂપિયા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું

જે.બી.કેમિકલ્સે આપ્યુ અનુદાન 

6d કાઉચની ટેકનોલોજી દ્વારા થશે કેન્સરની સારવાર

આમંત્રિતો અને હોસ્પિટલનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ દ્વારા જે. બી મોદી કેન્સર સેન્ટરને 1.25  કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે.અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના જે. બી મોદી કેન્સર સેન્ટરને જે. બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે, જે અનુદાનથી દર્દીઓની વધુ સારી સારવાર માટે 6D કાઉચ લેવામાં આવ્યું છે.
આ અનુદાન જે.બી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલસના સી.ઈ.ઓ અને એ.આઈ.ડી. એસના ટ્રસ્ટી નિખિલ ચોપરાના હસ્તે  આપવામાં આવ્યું છે.જે.બી. ફાર્મા દ્વારા સંસ્થાની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને એ.આઈ.ડી.એસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, બી.જી.પી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયેશ પટેલ, જે.બી. મોદી કેન્સર સેન્ટરના ડો.તેજસ પંડ્યા  અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.આત્મી ડેલિવાલા ઉપસ્થિત રહ્યા હતા.
#Jayaben Modi Hospital #JB Chemicals #Jayaben Modi Cancer Centre #Ankleshwar Jayaben Modi Hospital #Jayaben Modi Hospital Ankleshwar #JB Modi Chemical Company #જયાબેન મોદી હોસ્પિટલ #જે.બી.મોદી કેન્સર સેન્ટર #કેન્સર સેન્ટર
Here are a few more articles:
Read the Next Article