અંકલેશ્વર: જુનાદીવા ગામેથી 100 યાત્રાળુઓનો સંઘ અંબાજી જવા રવાના

અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી માતાજીના દર્શન અને ધ્વજારોહણ માટેની પરંપરાગત પદયાત્રા આ વર્ષે 27માં વર્ષે ભવ્ય રીતે રવાના થઈ...

New Update
  • ભાદરવી પૂનમનો પાવન અવસર

  • યાત્રાળુઓનો સંઘ અંબાજી રવાના

  • 100 યાત્રાળુઓ પગપાળા અંબાજી પહોંચશે

  • જુના દીવા ગામેથી સંઘ રવાના

  • ભક્તિસભર માહોલ જોવા મળ્યો

અંકલેશ્વરના જુના દીવા ગામેથી યાત્રાધામ અંબાજી જવા 100 યાત્રાળુઓનો એક સંઘ પગપાળા રવાના થતા ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી માતાજીના દર્શન અને ધ્વજારોહણ માટેની પરંપરાગત પદયાત્રા આ વર્ષે 27માં વર્ષે ભવ્ય રીતે રવાના થઈ. ભાદરવી પૂનમના પાવન પ્રસંગે યોજાતી આ યાત્રા માટે માતાજીના સુશોભિત રથ સાથે કુલ 100 પદયાત્રીઓ ભક્તિભાવપૂર્વક નીકળ્યા. યાત્રાનું પ્રસ્થાન થતા પહેલા ગામમાં માતાજીની પૂજા-અર્ચના તથા ભજન કરવામાં આવ્યા હતા જેમાં મહિલાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Latest Stories