ભરૂચ: વેજલપુર વિસ્તારમાંથી 70 પદયાત્રીઓનો સંઘ અંબાજી જવા રવાના,ભક્તિ સભર માહોલ જોવા મળ્યો

છેલ્લા ૧૧ વર્ષથી સતત આ સંઘ શ્રદ્ધાળુઓને સાથે રાખીને અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પગપાળા જાય છે આ વર્ષે આશરે ૭૦થી વધુ પદયાત્રીઓ સંઘમાં જોડાયા છે

New Update
  • ભરૂચના વેજલપુરથી કરાયુ આયોજન

  • પદયાત્રીઓનો સંઘ અંબાજી જવા રવાના

  • 70 પદયાત્રીઓ જોડાયા

  • સતત 11 વર્ષથી કરવામાં આવે છે આયોજન

  • ભક્તિ સભર માહોલ જોવા મળ્યો

ભરૂચના વેજલપુર વિસ્તારમાંથી 70થી વધુ પદયાત્રીઓનો એક સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે પગપાળા જવા રવાના થયો હતો ભરૂચના વેજલપુર વિસ્તારનો શરૂ અંબાજી પદયાત્રા સંઘ આ વર્ષે  ૧૨મી યાત્રાનો પ્રારંભ કરી રહ્યો છે. છેલ્લા ૧૧ વર્ષથી સતત આ સંઘ શ્રદ્ધાળુઓને સાથે રાખીને અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પગપાળા જાય છે. ધ્વજપૂજન બાદ વડીલો તથા આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી પદયાત્રાને રવાના કરવામાં આવી હતી.
આ પ્રસંગે  આસપાસના વિસ્તારોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ષે આશરે ૭૦થી વધુ પદયાત્રીઓ સંઘમાં જોડાયા છે. જેમાં યુવાનો, મહિલાઓ તેમજ વડીલોનો સમાવેશ થાય છે. યાત્રા દરમ્યાન પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે પણ સંઘના સભ્યો ખાસ વ્યવસ્થા કરે છે.
Latest Stories