અંકલેશ્વર શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ સાથે સેવાકીય કાર્યનો સ્તુત્ય પ્રયાસ

અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

New Update

અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અને યુવામિત્ર મંડળ દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ માત્ર ગરબા પુરતો જ મર્યાદિત ન રહીને સેવાનાં યજ્ઞ સમાન બની ગયો છે.આ પ્રસંગે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા વિશેષ મુલાકાત કરવામાં આવી હતી.

નવરાત્રી "માઁ અંબા"ની આરાધના અને ગરબે રમવાનો ઉત્સવ.નવ દિવસનાં આ મહોત્સવ માત્ર ધાર્મિકતા પુરતો જ  સીમિત નથી રહ્યો પરંતુ ગરબા આયોજકો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય તેવો સ્તુત્ય પ્રયાસ કરીને સેવાકીય ધર્મ નિભાવી રહ્યા છે.અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા સતત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.અને યુવામિત્ર મંડળ દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ માત્ર ગરબા પુરતો જ માર્યાદિત ન રહીને સેવાનાં યજ્ઞ સમાન બની ગયો છે.

શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવમાં દેહદાન,નેત્રદાન,રક્તદાન ,ગૌસેવા સહિતનાં સેવાકીય કાર્ય માટે લોકજાગૃતાના પ્રયાસો કરવામાં આવ્યા છે,અને યુવામિત્ર મંડળ નવરાત્રી મહોત્સવની મુલાકાત અર્થે આવતા ગરબા રસિકો પણ આયોજકોની કામગીરીને બિરદાવે છે.ત્યારે આ પ્રસંગે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા એક યાદગાર મુલાકાત કરીને આયોજકો સાથે વાતચીત કરી હતી.

શ્રી યુવામિત્ર મંડળ નવરાત્રી મહોત્સવમાં ગરબે રમવા આવતા ખેલૈયાઓ પણ આયોજકોના પ્રયાસોને બિરદાવી રહ્યા છે,અને ગરબા રસિકો માટે સુરક્ષિત ગરબા માટેનું આ એક ઉત્તમ સ્થળ છે.તેમજ મહિલા હોય કે નાની દીકરી તમામ માટે શ્રી યુવામિત્ર મંડળની નવરાત્રી મહોત્સવ સુરક્ષિત અને ચિંતા રહિત હોવાનું ખેલૈયાઓ જણાવી રહ્યા છે.

Latest Stories