New Update
/connect-gujarat/media/media_files/2025/08/14/leopard-2025-08-14-12-30-30.jpg)
ભરૂચના વાલિયા ઝઘડિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારમાં વન્યજીવોની નોંધપાત્ર હાજરી છે ત્યારે વાલીયા તાલુકાના ડુંગરી ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડો નજરે પડ્યો હતો જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું જેમાં આજે સવારના સમયે એક દિપડો પુરાયો હતો.આ વાતની જાણ થતા જ ગ્રામજનોના ટોળેટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા. બીજી તરફ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓએ આવી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.
Latest Stories