/connect-gujarat/media/media_files/2025/11/30/ankleshwar-2025-11-30-15-11-09.jpg)
અંકલેશ્વર જીઆઈડીસીના એ-103,એસવીજી રેસિડેન્સીમાં રહેતા નયન વાલજીભાઇ ભાનુશાળીની ધર્મપત્ની કોમલ ભાનુશાળી ઉં.વ.30 પોતાના બાળકો દિકરી નિશિકા ઉ.વ.7 તથા દિકરો આદિત્ય ઉ.વ.4 સાથે તારીખ 20મી નવેમ્બર ગુરુવારના રોજ બપોરના સમય પછી ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા,નયન ભાનુશાળી સાંજના સમયે પોતાના કામ પરથી ઘરે પરત ફરતા તેઓને પત્ની અને બાળકો ઘરમાં મળી આવ્યા નહોતા. તેથી તેઓએ આસ પડોશમાં તેમજ સોસાયટીમાં શોધખોળ કરી હતી,પરંતુ પત્ની અને બાળકો ક્યાંય મળી આવ્યા નહોતા.
તેથી તેઓએ આ અંગે પોતાની સાસરી તેમજ સગા સંબંધીઓને ફોન કરીને પત્ની બાળકો અંગે પૂછપરછ કરી હતી,જોકે તેમ છતાં તેઓનો કોઈ અત્તોપત્તો લાગ્યો નહોતો,પત્ની અને બાળકોની સઘન શોધખોળ બાદ તેઓની ક્યાંય ભાળ ન મળતા નયન ભાનુશાળીએ પત્ની અને બાળકો ગુમ થઈ ગયા અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.