/connect-gujarat/media/media_files/2026/02/23/district-crisis-group-2026-02-23-18-42-56.jpg)
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા ડીસ્ટ્રીકટ ક્રાઈસીસ ગૃપની બેઠક કલેક્ટર ઓફિસ ખાતે યોજવામાં આવી હતી. જિલ્લામાં આપત્તિ અને કેમિકલ એક્સિડન્ટની સ્થિતિમાં અસરકારક પ્રતિસાદ માટેની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન Chemical Accidents Emergency Planning preparedness response Rules 1996 જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સભ્ય સચિવએ તમામ સભ્યોને જિલ્લાની ક્રાઇસિસ ગ્રુપની રચના, તેની જવાબદારીઓ અને કાર્યપ્રણાલી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે ભરૂચ જિલ્લામાં આવેલી મેજર એક્સિડેન્ટ હેઝાર્ડ (MAH) યુનિટ્સ વિશે માહિતી આપી અને તેમાંથી ઊભા થઈ શકે તેવા વિવિધ જોખમો અંગે માહિતગાર કર્યા હતા. તેમણે MAH યુનિટ્સથી સંભવિત જોખમો, નજીકના વિસ્તાર પર તેની અસર, તેમજ ઓન-સાઇટ અને ઓફ-સાઇટ એમર્જન્સી પ્લાનની મહત્વતા સમજાવી હતી.