અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીકનો સર્વિસ રોડ શરૂ કરવા તંત્રની રેલવે-હાઇવેના અધિકારીઓ સાથે યોજાય બેઠક

અંકલેશ્વરની રાજપીપલા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના સર્વિસ રોડ શરુ કરવા માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રેલ્વે અને હાઇવેના અધિકારીઓની અગત્યની બેઠક મળી હતી 

New Update
a

અંકલેશ્વરની રાજપીપલા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના સર્વિસ રોડ શરુ કરવા માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રેલ્વે અને હાઇવેના અધિકારીઓની અગત્યની બેઠક મળી હતી 

અંકલેશ્વર-રાજપીપળાને જોડતો બ્રોડગેજ રેલ વ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો તે સમયે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવ્યો હતો.હાલ રાજપીપળા-અંકલેશ્વરને જોડતો બ્રોડગેજ રેલ વ્યવહાર બંધ હોવા સાથે હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને અંકલેશ્વર રાજપીપલા ચોકડીથી જી.આઈ.ડી.સીની વાલિયા ચોકડી સર્વિસ રોડ ચાલુ કરવા માટે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં સંબધિત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.રેલ્વે અને હાઇવેના અધિકારીઓ વચ્ચે એન.ઓ.સી મુદ્દે ચર્ચા કરી ધ ગુજરાત હાઇવે એક્ટ મુજબ આર.ઓ.ડબ્લ્યુની જગ્યાનું દબાણ દુર કરવાની કામગીરી બાદ સર્વિસ રોડ શરૂ થઈ શકે છે.
Latest Stories