અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા તોફાની વાયરા-8 સંગીતમય કાર્યક્રમ યોજાયો

ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને શુભશ્રી પિગમેન્ટ્સ તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી તોફાની વાયરા-8નું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા આયોજન

  • તોફાની વાયરા-8 કાર્યક્રમ યોજાયો

  • ગીત સંગીતનો રસથાળ પીરસાયો

  • સંગીત પ્રેમીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-8નું સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે  ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને શુભશ્રી પિગમેન્ટ્સ તેમજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી તોફાની વાયરા-8નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કલાકારોએ નવા-જુના હિન્દી ફિલ્મોના સોલો તેમજ સમૂહ સુપરહિટ ગીતોની રમઝટ બોલાવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અધિક કલેકટર એન.આર.ધંધાલ,અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા અને જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસાબેન ઓઝા,એ.આઈ.એ. પ્રમુખ વિમલ જેઠવા,રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા,શુભશ્રી પિગમેન્ટ્સના ચેરમેન કે.શ્રીવત્સન,લોક ગાયક અભેસિંહ રાઠોડ તેમજ નરેશ પુંજારા સહીત ગાના મ્યુઝિક લવર્સ ગૃપના સભ્યો અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories