ભરૂચ દહેજ રોડ પર ખાનગી લકઝરી બસ પલટી જતા દોડધામ, ખાનગી કંપનીના કર્મચારીઓને ઇજા !

ભરૂચ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજ કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી બસ પલટી જતા મચી જતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • ભરૂચ દહેજ રોડ પર અકસ્માત

  • મનુબર ચોકડી નજીક અકસ્માત સર્જાયો

  • ખાનગી લકઝરી બસ પલટી ગઈ

  • બસમાં સવાર 5થી6 મુસાફરોને ઇજા

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજ કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી બસ પલટી જતા મચી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી નજીક દહેજની કંપનીમાં કર્મચારીઓને લઈ જતી ખાનગી લક્ઝરી બસ અચાનક જ પલટી ગઈ હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી અકસ્માતમાં પાંચ થી છ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને કર્મચારીઓને બસની બહાર કાઢ્યા હતા. ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
અકસ્માતના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.આ બસ દહેજની ગોદરેજ કંપનીમાં જઈ રહી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.