ભરૂચ: લગ્નપ્રસંગોમાં બેન્ડ પાર્ટી દ્વારા લેવાતી મોટી રકમના વિરોધમાં તંત્રને કરાય રજુઆત,નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચન નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાનોએ બેન્ડ પાર્ટી દ્વારા લેવાતી બેફામ રકમમાં નિયંત્રણ લાવવા મુદ્દે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

  • મામલતદારને કરાય રજુઆત

  • બેન્ડપાર્ટી દ્વારા મોટી રકમ વસુલાતી હોવાના આક્ષેપ

  • અયોગ્ય રીતે નાણા લેવામાં આવતા હોવાના આક્ષેપ

  • બેન્ડ પાર્ટીના ભાવ નક્કી કરવાની માંગ

ભરૂચના નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાન રાજેશ વસાવા,પ્રકાશ વસાવા,અમિત વસાવા,વિપુલ વસાવા અશ્વિન વસાવા શિવલાલ વસાવા અને વાસુ વસાવા સહિતના આગેવાનોએ ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે એક આવેદનપત્ર નેત્રંગ મામલતદાર કચેરીમાં પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં સમાજના લગ્નોત્સવ અને ધાર્મિક કાર્યક્રમમાં બોલાવવામાં આવતી બેન્ડ પાર્ટી દ્વારા અતિશય અને બેફામ રકમ વસુલવામાં આવે છે. 
બેન્ડ પાર્ટી વાળા મોટી રકમ વસુલ કરી રહ્યા છે અને રાતે 11 કે 12 વાગ્યે ચાલુ કરી મોડી રાત સુધીમાં 1 લાખ કે 1.50 લાખ સુધીની રકમ વસૂલી બેફામ ચાર્જ વસુલ કરે છે.જેને કારણે આદિવાસી પરિવારો વ્યાજે કે જમીન ગીરવે મૂકી દેવું કરતા હોય છે. આ બેન્ડ પાર્ટીઓ પર લગામ કસવામાં આવે તેવી માંગ સાથે બેન્ડ પાર્ટીના ભાવ નક્કી કરવામાં આવે,બિનઅધિકૃત વસુલાત કે માંગણી સામે કડક કાર્યવાહી કરવામાં આવે,બેન્ડ પાર્ટીના સંચાલકો માટે રજિસ્ટ્રેશન અને નિયમન વ્યવસ્થા લાગુ કરવામાં આવે સહિત જરૂર જણાય તો મોનીટરીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories