New Update
/connect-gujarat/media/media_files/2024/12/16/5sInhCurkkwUuEQ9fZla.jpeg)
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ અને શ્રમ-રોજગાર વિભાગના રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ જોગવાઇ હેઠળ મંજૂર થયેલ કામોની તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા ટ્રાયબલ સબ પ્લાન હેઠળની વિવિધ યોજનાઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા આયોજન અધિકારી એ.બી.ગોહિલે વિેકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના વર્ષ ૨૦૨૪-૨૫ના બાકી કામો અને વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૦૨૫ સુધીના તમામ કામો તેમજ કામો પૂર્ણ કરવા બાબતનો એકસનપ્લાન પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી.તો પ્રભારી મંત્રીએ જિલ્લામાં નાગરિકોની સુખાકારી માટે હાથ ધરવાના થતા બાકી રહેલા કાર્યો સત્વરે પૂર્ણ કરી નાગરિકોને સુવિધા પુરી પાડવા ઉપર ભાર મૂક્યો હતો.
/connect-gujarat/media/media_files/2024/12/16/FcGV9p0esOjsoLS3uTfY.jpeg)
આ બેઠકમાં કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories