અંકલેશ્વર: GIDCમાં જંગે ચઢેલા આખલાઓની ટકકરે રીક્ષા પલટી ગઈ, વાહનચાલકોમાં દોડધામ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જંગે ચાઢેલા આખલાઓએ એક રીક્ષાને અડફેટમાં લેતા તે પલટી ગઈ

New Update
Stray Cow

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે જીઆઇડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. જંગે ચાઢેલા આખલાઓએ એક રીક્ષાને અડફેટમાં લેતા તે પલટી ગઈ હતી.

Bull Fight

જો કે નસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ મુખ્ય માર્ગ પર જ બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. 

Stray Cattle

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભડકોદ્રા જવાના મુખ્ય માર્ગ પર પણ આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું અને સ્થાનિકોએ  પાણીનો મારો ચલાવી આખલાઓને શાંત પાડ્યા હતા ત્યારબાદ નોટિફાઇડ એરીયા ઓથોરિટી દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર જીઆઇડીસી વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે.