/connect-gujarat/media/media_files/2025/11/08/rabari-samaj-bharuch-2025-11-08-16-45-17.jpg)
ભરૂચ તાલુકાના કરમાલી ગામ ખાતે 13 પરગણા રબારી સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સમાજના મોભી અને આગેવાનોની ઉપસ્થિતિમાં સમૂહ લગ્ન મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાય હતી.
ભરૂચ તાલુકાના કરમાલી ગામ ખાતે આગામી તા. 7 માર્ચ-2025’ શનિવારના રોજ 13 પરગણા રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના આયોજન અંગે ગોપાલ શંકરભાઈ ભુવાજીના અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં રબારી સમાજના આગેવાના તેમજ 13 પરગણા રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ હાલના સમયે દેખાદેખીમાં વધુ ખર્ચાઓ થઈ રહ્યા છે, આ સાથે જ સમાજમાં ચાલતા કુરિવાજોને ડામવા, અટકાવા તથા સમૂહ લગ્નના માધ્યમથી સમાજના નાનામાં નાના વ્યક્તિના બાળકોના પણ ખૂબ સારી અને સુંદર રીતે લગ્ન સંપન્ન થાય તે ધ્યેય સાથે રબારી સમાજના આગેવાનોની બેઠક મળી
આ બેઠકમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં સમાજમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા કુરિવાજોને અટકાવવા માટે બહેનોએ વિશેષ ધ્યાન આપવું તથા આવા કોરિવાજોમાં થતા ખર્ચને અટકાવી આ જ રૂપિયાઓ આપણા બાળકોના ભવિષ્ય, ભણતરમાં વાપરીએ તેવી વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.