અંકલેશ્વર: નવસારી ખાતે યોજાયેલ આંતર કોલેજ ક્રોસકોન્ટ્રી સ્પર્ધામાં શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજનો વિદ્યાર્થી ઝળક્યો

વીર નર્મદ સાઉથ ગૂજરાત યુનિવર્સિટી સંલગ્ન એસ. એસ. અગ્રવાલ કૉલેજ નવસારી ખાતે આંતર કૉલેજ ક્રોસ કોન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી જેમાં 35 કોલેજોના 149 સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

New Update
Crosscountry competition
નવસારી ખાતે રમાયેલ આંતર કૉલેજ ક્રોસ કોન્ટ્રી સ્પર્ધામાં અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજનો વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ હાંસલ કરી કોલેજનું નામ રોશન કર્યું..
તાજેતરમાં વીર નર્મદ સાઉથ ગૂજરાત યુનિવર્સિટી સંલગ્ન એસ. એસ. અગ્રવાલ કૉલેજ નવસારી ખાતે આંતર કૉલેજ ક્રોસ કોન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી જેમાં 35 કોલેજોના 149 સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં ટી.વાય.બી.એમાં અભ્યાસ કરતાં વિશાલ મકવાણાએ ભાગ લીધો હતો જે સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી અંકલેશ્વર તાલુકા અને પોતાની કોલેજનું નામ રોશન કરી યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામ્યો છે જે બદલ કોલેજ પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામા આવ્યા છે.
Latest Stories