New Update
/connect-gujarat/media/media_files/2025/09/05/delhi-mumbai-expressway-2025-09-05-16-09-23.jpg)
દિલ્લી–મુંબઈ એક્સપ્રેસવે પર આવેલા નર્મદા નદીના કેબલ બ્રિજ પરથી પાણીનો ભયજનક નજારો જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે નર્મદા નદીનો જળપ્રવાહ ખતરનાક સપાટીને પાર કરી ગયો છે.અંકલેશ્વર સહિત આસપાસના કાંઠાવર્તી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.સ્થાનિક પ્રશાસન દ્વારા કાંઠે વસતા લોકોને ચેતવણી આપવામાં આવી છે અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
એક્સપ્રેસવે પરથી પસાર થનાર વાહનચાલકોને પણ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે નર્મદા પર આવેલો આ કેબલ-સ્ટે બ્રિજ દિલ્લી–મુંબઈ એક્સપ્રેસવેનો મહત્વનો ભાગ છે. 2.22 કિમી લાંબો આ બ્રિજ દેશમાં અનોખી ઈજનેરીનો દાખલો છે, પરંતુ હાલમાં વધેલા જળસ્તરે તેના આસપાસની પરિસ્થિતિ ગંભીર બનાવી દીધી છે.
Latest Stories