અંકલેશ્વર: ઉમરવાડા ગામે ટીટોડીએ ખેતરમાં 4 ઈંડા મૂક્યા, આ વર્ષે વરસાદ સારો રહેવાનો વર્તારો

ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઇંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે

New Update
  • અંકલેશ્વરના ઉમરવાડા ગામનો બનાવ

  • ટીટોડી પક્ષીએ મુક્યા ઈંડા

  • ખેતરમાં 4 ઈંડા મુક્યા

  • 4 મહિના વરસાદ સારો રહેવાની આગાહી

  • ઊંચાઈ પર ઈંડા મૂકે તો ચોમાસુ વધુ સારું રહેવાનો વર્તારો

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા આગામી ચોમાસુ સારું રહેવાનો ખેડૂતો વર્તારો લગાવી રહ્યા છે ટીટોડી ઈંડા મુકે છે તેના આધારે આગામી ચોમાસુ કેવુ રહેશે તેના એંધાણના વર્તારા ખેડૂતો મુકતા હોય છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા.ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઇંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનુ પક્ષી ક્યાં ઈંડા મુકે છે, કેટલા ઈંડા મુકે છે, કઈ જગ્યાએ ઈંડા મુકે છે તેના આધારે આગામી ચોમાસુ કેવુ રહેશે તેના એંધાણના વર્તારા ખેડૂતો મુકતા હોય છે.
અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા હતા. ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મુકે તે સંદર્ભે એવી લોકવાયકા છે કે આગામી ચોમાસુ સામાન્ય રહેશે. ટીટોડી ઉંચી જગ્યા પર ઈંડા મુકે એ ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે.ખુલ્લી જગ્યામાં ટીટોડીએ ચાર જેટલા ઈંડા મુકતા લોકો એવો અંદાજ લગાડે છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જોકે આ એક માન્યતા છે. 
Latest Stories