ભરૂચ: અંજુમન સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અંગેનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો

ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગેના ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • અંજુમન સ્કૂલમાં આયોજન કરાયું

  • ફાયર વિભાગ દ્વારા આયોજન

  • ફાયર સેફટી અંગેનો કેમ્પ યોજાયો

ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા  ફાયર સેફ્ટી અંગે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો.ફાયર વિભાગની ટીમે વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં ઝડપથી કેવી રીતે પ્રતિસાદ આપવો, સુરક્ષિત રીતે બહાર નીકળવાની રીતો, તથા આગને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની માહિતી પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આપી હતી. વિદ્યાર્થીઓએ ફાયર એક્સીગ્યુટર અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાની  તાલીમ પણ મેળવી હતી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અજિત પટેલ, ફાયર ઓફિસર શૈલેષ સાંસીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories