New Update
/connect-gujarat/media/media_files/2025/11/18/sarbhan-village-2025-11-18-13-09-11.jpg)
ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ક્લસ્ટર લેવલ ફેડરેશન CLF દ્વારા સરભાણ CLF ઓફિસ ખાતે સ્વરોજગારીને પ્રોત્સાહન આપે તેવી સાબુ બનાવવાની વિશેષ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ક્લસ્ટર લેવલ ફેડરેશનના પ્રમુખ રીટાબેન, તાલુકા લાઈવલીહુડ મેનેજર ચૌધરી પિયુષભાઈ, APM કલ્પેશ રાઠોડ તથા ચારેય ક્લસ્ટરના કૉ-ઓર્ડિનેટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/18/cluster-level-federation-2025-11-18-13-09-27.png)
માર્ગદર્શન આપવા સુરતથી પધારેલા ડો. હરેશ કાછડિયા બહેનોને સાબુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા, તેની ગુણવત્તા જાળવણી, પેકેજિંગ, બ્રાન્ડિંગ, વેચાણની રીતો તેમજ બજારમાં માર્કેટિંગ કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી આપી હતી.ગ્રામ્ય વિસ્તારની બહેનો વ્યવસાય ઉભો કરી આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories