New Update
અંકલેશ્વરના પાનોલીનો બનાવ
ગુરુવારી માર્કેટ નજીક હત્યાનો બનાવ
આલુંજ ગામના યુવાનની હત્યા
નજીવી તકરારમાં ગામના યુવાને જ હત્યા કરી
પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો
અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવળ ફળિયામાં રહેતા રમેશ ચીમન વસાવાના પુત્ર 22 વર્ષીય પિયુષ રમેશ વસાવા ગતરોજ રાતે ફળીયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઈક લઈ પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયા હતા. તે સમયે રેલવે ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર તેના જ ગામના હિતેશ ઉર્ફે લાલુ હિરાચંદ વસાવાને પિયુષ વસાવા તું મારા ઘરે આવતો નહીં તેમ કહેતા જ બંને વચ્ચે ઝઘડો થતા હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને ધક્કો મારતા તે રોડ ઉપર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે વેલ્ફેર હોસ્પિટલ ખરોડ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories