અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક 2 કાર અને મોપેડ વચ્ચે અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક વાલીયા તરફથી પુર ઝડપે આવી રહેલ કારના ચાલકે અન્ય કાર અને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો....

New Update
Accident

અંકલેશ્વરથી વાલીયાને જોડતા રોડ પર કોસમડી ગામ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક વાલીયા તરફથી પુર ઝડપે આવી રહેલ કારના ચાલકે અન્ય કાર અને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં મોપેડ સવાર યુવાન સહિત કુલ 3 લોકોને ઈજા પહોંચી હતી.અકસ્માત સર્જાતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.આ અંગેની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા.અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું.

Latest Stories