New Update
/connect-gujarat/media/media_files/2026/02/14/ankleshwar-accident-2026-02-14-17-44-11.jpg)
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના પાનોલી ઓવરબ્રિજ નજીક બની હતી. રોંગ સાઇડ પરથી આવી રહેલી કારને બચાવવાના પ્રયાસ દરમિયાન ટેન્કર ચાલકે બ્રેક મારતા અને વાહન વાળતા અકસ્માત થયો હતો. અથડામણ બાદ કાર અને ટેન્કર બન્ને રોડની બાજુમાં ઉતરી ગયા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2026/02/14/vlcsnap-2026-02-14-17h41m56s030-2026-02-14-17-44-33.png)
કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.અકસ્માતના પગલે લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા.
Latest Stories