New Update
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને દિલ્હીના બુરારી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
ગત તા.૨૨-૮-૨૪ના રોજ પીરામણ ગામની સીમમાં ઉમરપાડા રોડ પર આવેલ માહ્યાવંશી સમાજના સ્મશાન પાસે રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવી હતી જે મૃતક યુવાન મહારાષ્ટ્રનો પંજક સૂપડું ભારંભે તરીકે ઓળખ થઇ હતી.આ બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી અગાઉ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જયારે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી આજદિન સુધી પોતાની ઓળખ છુપાવી નાસતો ફરતો હતો.જે મધ્યપ્રદેશ અને દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દિલ્હીના બુરારી વિસ્તારમાંથી યોગેન્દ્ર રામભરોસે મોહનલાલ નાગરને ઝડપી પાડી તેની વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories