New Update
ભરૂચ કલેકટરને કરવામાં આવી રજુઆત
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
નેત્રંગના 12 ગામના અસરગ્રસ્ત ખેડૂતોની રજુઆત
જમીન સંપાદનમાં યોગ્ય વળતરની માંગ
નેશનલ હાઇવે માટે થઈ રહ્યું છે જમીન સંપાદન
ભરૂચના નેત્રંગ તાલુકાના 12 ગામના અસરગ્રત ખેડીતોએ જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચના નેત્રંગ તાલુકાના ટ્રાઇબલ વિસ્તારના 12 ગામોના ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાઇવે માટે જમીન લેતી વખતે બજારભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પણ તેમને પૂરતું વળતર મળ્યું નથી. વાપી–અંબાવા–યાસવડ–નેત્રંગ–કાં ડીપાડા–મોતી શામળાજી માર્ગ પર નેશનલ હાઇવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને 2017ના રિસર્વે/રીવિઝનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે હાલના બજારભાવથી મોટો તફાવત ઉભો થયો છે.ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન, રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. જમીનનું પુનઃમૂલ્યાંકન કરીને વર્તમાન બજારભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે
Latest Stories