New Update
ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશજીનું વિસર્જન કરાયું
5 દિવસના સ્થાપન બાદ શ્રીજીને ભાવભરી વિદાય
શહેરના વિવિધ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન
ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને ભારે હૈયે વિદાય અપાય
ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વારાવરણ ગુંજ્યું
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં 5 દિવસના સ્થાપન બાદ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યા અત્યંત ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીજીની નાની-મોટી પ્રતિમાઓની ઢોલ-નગારાના તાલે શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી.
ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં તંત્ર દ્વારા નિર્માણ કરવામાં આવેલા કુત્રિમ જળકુંડમાં ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રીજીના વિસર્જન વેળા "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ"ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
Latest Stories