ભરૂચ : ઝાડેશ્વરમાં પિતાના અવસાન બાદ દીકરા સમી 2 દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી...

પ્રમોદ પટેલનું નિધન થયું હતું, જેની જાણ થતાં બન્ને દીકરીઓ ઝાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોચી હતી. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી

2 દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી
New Update

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારના રહીશ અને વર્ષીથી પથારીવસ રહેલા પિતાના મૃતદેહને દીકરા સમી 2 દીકરીઓએ અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા 75 વર્ષીય સ્વ. પ્રમોદભાઈ પટેલ છેલ્લા 7થી વધુ વર્ષોથી પથારીવસ રહ્યા હતા. હમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા.

જોકેહિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ પટેલ દુઃખના સમયે પણ હમેશા મોઢા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા. પથારીવસ રહેલા પતિની અર્ધાંગિની બની પત્ની તરીકે જ્યોતિબેન પટેલની દિન-રાતની સેવાની પણ વખાણવા લાયક બની હતી. પુત્ર સમી 2 દીકરીઓ અને જમાઈ પણ પોત પોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોયછતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા.

તેવામાં પ્રમોદ પટેલનું નિધન થયું હતુંજેની જાણ થતાં બન્ને દીકરીઓ ઝાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોચી હતી. હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી. પ્રમોદ પટેલને 2 દીકરીઓ હોયઅને સ્મશાને અગ્નિદાહ આપવાની ચર્ચાઓ વચ્ચે જૈમીનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદાહ આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી. આજના આધુનિક યુગની સાથે રીતિ-રિવાજોમાં પણ બદલાવની જરૂરત છે. જેના ઉદાહરણરૂપે બન્ને દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી એક ઉત્તમ ઉદાહરણ કાયમ કર્યું હતું.

#Bharuch News #ભરૂચ #ઝાડેશ્વર
Here are a few more articles:
Read the Next Article