અંકલેશ્વર : 10 ફૂટ ઉંડા ખાડામાં મોપેડ સવાર ખાબકવાની ઘટના બાદ તંત્ર જાગ્યું,એજન્સી પર દંડનીય કાર્યવાહી થશે!

અંકલેશ્વર શહેરમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો હતો, જ્યાં તંત્રની બેદરકારીના કારણે એક મોપેડ સવાર 10 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો......

New Update
  • જીયુડીસીની ડ્રેનેજ કામગીરીમાં મોટી બેદરકારી

  • નિર્દોષ નાગરિકનો જીવ જોખમમાં મુકાયો હતો

  • બેરિકેટિંગ મુદ્દે એજન્સીને નોટિસ ફટકારી હતી

  • એજન્સીને 5 વખત ફટકારી નોટિસ,ચીફ ઓફિસર 

  • દંડનીય કાર્યવાહી માટે પણ તંત્રની તૈયારી

અંકલેશ્વર શહેરમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો હતોજ્યાં તંત્રની બેદરકારીના કારણે એક મોપેડ સવાર 10 ફૂટ ઉંડા ખાડામાં ખાબક્યો હતો.આ ઘટનામાં બેજવાબદાર જીયુડીસીને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારી દંડનીય કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી.

અંકલેશ્વર શહેરમાં હસ્તી તળાવ નજીક ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. રસ્તાની વચ્ચે ખોદવામાં આવેલા 10 ફૂટ ઉંડા ખાડા પાસે સુરક્ષાના કોઈ સાધનો ન હોવાથી મોપેડ સવાર સીધો અંદર ખાબક્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી,પરંતુ તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે.

આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ ક્લોડિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેઓએ જણાવ્યું કેઆ કામગીરી જીયુડીસી હસ્તક છે અને જે એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે,તેને અગાઉ 5 વખત લેખિતમાં સૂચના અપાઈ હતી કે કામના સ્થળે પ્રોપર બેરિકેટિંગ કરવામાં આવે. પરંતુ વારંવારની સૂચના છતાં એજન્સીએ સુરક્ષાના નિયમોનું પાલન ન કર્યું અને આ દુર્ઘટના ઘટી હતી. હવે નગરપાલિકા આ એજન્સીને નોટિસ આપી તેના પર કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

Latest Stories