New Update
અંકલેશ્વર નજીક NH 48 પર આયોજન
એરસ્ટ્રીપ ખાતે આયોજન
આવતીકાલે યોજાશે એર શો
આજરોજ કરાયુ રિહર્સલ
સારંગ હેલિકોપટરની ટીમ દ્વારા રિહર્સલ
અંકલેશ્વરના અમૃતપુરા ગામ નજીક બની રહેલ એરસ્ટ્રીપ ખાતે આવતીકાલે યોજાનાર એર શો માટેનું આજરોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં સારંગ હેલિકોપ્ટરની ટીમ દ્વારા વિવિધ કરતાબોની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.
ભરૂચ- અંકલેશ્વર હાઇવે પર આવેલાં અમરતપુરા ગામ પાસે બની રહેલી હવાઇ પટ્ટી ખાતે રવિવારના રોજ ભારતીય વાયુ સેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા સ્કાય ડ્રાઇવરની ટીમ કરતબો બતાવશે. વાયુસેનાના મકરપુરા એરફોર્સ સ્ટેશનની ટીમ હાલ તૈયારીઓ કરી રહી છે.રવિવારે સવારે 9.30 થી 11.30 દરમિયાન શો યોજાશે. જેના માટે શનિવારના રોજ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ભરૂચ BDMA અને BCC દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યુવાનોમાં દેશપ્રેમ, પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવ ઉભું કરવા અંકલેશ્વર એર સ્ટ્રીપ ખાતેએર શોનું આયોજન કરવામાં આવ્યું છે.સારંગ ટીમ વિશ્વની માત્ર પાંચ સૈનિક હેલિકોપ્ટર એરોબેટિક ટીમોમાંની એક છે. જ્યારે આકાશગંગા સ્કાઈડાઇવિંગ ટીમ ભારતીય વાયુસેના દ્વારા હવાયુદ્ધ કૌશલ્ય, શિસ્ત, બહાદુરી અને ટેક્નિકલ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું પ્રદર્શન ભારતીય સશસ્ત્ર દળોના ગૌરવ, સમર્પણ અને ક્ષમતાનો જીવંત સ્વરૂપ હશે. કાર્યક્રમ સાથે BDMA અને BCC ટ્રસ્ટ દ્વારા યુવાનોને ડિફેન્સ કારકિર્દી અને NDA પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.
Latest Stories