New Update
-
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કથિત ભ્રષ્ટાચાર
-
ડીઝલ જનરેટરની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરાયો
-
આર.ટી.આઈ.એક્ટિવિસ્ટની અરજીમાં વિગતો બહાર આવી
-
વધારાનો ખર્ચ કરી જનરેટર ખરીદાયુ હોવાના આક્ષેપ
-
ચીફ ઓફિસરે તમામ આક્ષેપ ફગાવ્યા
અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પહેલાં 25 લાખની કિંમતે ખરીદેલા ડિઝલ જનરેટર સેટમાં 12 લાખનો વધારાનો ખર્ચ કરાયો હોવાના આક્ષેપ કરવામા આવ્યા છે જો કે ચીફ ઓફિસરે આ તમામ આક્ષેપો ફગાવ્યા હતા
અંકલેશ્વર પાલિકામાં બે વર્ષ પૂર્વે થયેલી ડીઝલ જનરેટર સેટ ખરીદી કરી બેસાડવાનું કાંડ સામે આવ્યું છે. નિવૃત શિક્ષક અને આરટીઆઇ કાર્યકર્તા પ્રવિણ મોદીએ પાલિકાએ ખરીદેલા જનરેટર સેટ અંગેની વિગતો માગી હતી. સરકારની ગાઈડ લાઈન મુજબ જેમ્સ પોર્ટલ પરથી ખરીદી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. એક કામ ત્રણ વાર બોર્ડમાં લેવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ 11 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો.
બીજી વખતના ઠરાવમાં 14 લાખનો ખર્ચ બતાવાયો હતો. અંતે 25 લાખમાં જનરેટર ખરીદવામાં આવ્યું હતું. સરકારના જ વિભાગ એવા જેટકો પાસેથી અભિપ્રાય લેવા આવ્યો હતો જેમાં તજજ્ઞએ કયું જનરેટર ખરીદવું તેની માહિતી આપી હતી. જે બાદ ઓનલાઇન ટેન્ડરીંગ માં જે પહેલા 4 એજન્સીના ટેન્ડર રિજેક્ટ કર્યા અને બીજી વાર આજ ચાર પૈકી 2 કંપનીના ટેન્ડર મંજુર કર્યા હતા.
એટલું જ નહિ જેટકોએ સૂચવેલા કંપનીના બદલે કિલોસ્કર કંપનીનો ડી.જી સેટ બેસાડવામાં આવ્યો હતો. જેની હાલ બજાર કિંમત 7.50 લાખ છે. જે કિંમત ઓનલાઇન જેમ્સ પોર્ટલ પર 9.15 લાખ છે તેમજ અન્ય પેનલ સ્ટ્રક્ચર સહીત ખર્ચ જોતા વધુમાં વધુ 13 થી 14 લાખ નો ખર્ચ થઇ શકે છે. જેની સામે પાલિકાએ 25 લાખનો ખર્ચ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
આ તમામ આક્ષેપો સામે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત,ચીફ ઓફિસર કેશવ કલોડીયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ચીફ ઓફિસર કેશવ કલોડીયાએ ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો ફગાવી ડીઝલ જનરેટરની ખરીદી સરકારના પરિપત્ર મુજબ જ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
અંકલેશ્વર નગરમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનું ભૂત ધૂણયુ છે ત્યારે આ બાબતે હવે સુરત નગરપાલિકા નિયામકની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.
Latest Stories