-
ભરૂચ જિલ્લાની 3 બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે
-
જિ.પં, તા.પં. અને ન.પા.ની 1-1 બેઠકનો સમાવેશ
-
જિ.પંની આછોદ, તા.પં.ની પંડવાઈ બેઠકની ચૂંટણી
-
જંબુસર પાલિકાની એક બેઠક ઉપર ચૂંટણી યોજાશે
-
ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું
ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1 માટે પેટા ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો સાથે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ દ્વારા પોતાની જીતનો પ્રબળ દાવો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ, ભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક, હાંસોટ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક અને જંબુસર નગર સેવા સદનની એક બેઠક પર ચૂંટણી યોજાશે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલા મૃત્યુ પામતા પેટા ચૂંટણી હાથ ધરવામાં આવનાર છે. જેમાં ભાજપ દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાની જંબુસરનો વોર્ડ નં. 1ને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવમાં આવે છે, ત્યારે કોંગ્રેસ પક્ષને આ વોર્ડની પેટા ચૂંટણી માટે ઉમેદવાર પણ નહીં મળે તેવો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નં. 1માં પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ, જંબુસર પંથકમાં વિવિધ વિકાસના કામોને લઈને જંબુસર પાલિકા નિષ્ફળ નીવડી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.