ભરૂચ : આમોદ તણછા નજીક બાઇક-ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત, યુવકનું મોત

ભરૂચના આમોદ ખાતે આવેલ તણછા નજીક બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું

New Update

અવારનવાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવતી રહે છે એવી જ એક અકસ્માતની ઘટના આમોદના તણછા નજીક બનવા પામી હતી જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

ભરૂચ ના આમોદ ખાતે આવેલ તણછા નજીક બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. સાયખાGIDC ની ધર્મજ કંપની પરથી ઘરે પરત ફરતાંયુવકનેઅકસ્માતનડ્યો હતો.તણછા ગામ નજીક આઈશર ટેમ્પો સાથે બાઈક ભટકાતા સ્થળ યુવકનું કમકમાટીભર્યું મોતનિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. યુવાકના મોતને પગલેપરિવારમાં અને આમોદ પંથકમાં શોકનો માહોલ સર્જાયોહતો.વિવેક કુમાર ભરત કાછિયા પટેલના અકસ્માતની વાત વાયુ વેગે પ્રસરતા ગામ લોકોના ટોળા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા..બનાવની જાણ થતાં જઆમોદ પોલીસે મૃતદેહની કબજો મેળવી પી.એમ અર્થે ખસેડયો હતો.આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીછે.