અંકલેશ્વર: 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લેવામાં આવી રહી છે.

New Update
Advertisment
  • અંકલેશ્વર શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાય

  • રેપીડ એક્શન ફોર્સના જવાનો પણ જોડાયા

  • સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન

  • પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા

  • લોકોએ કર્યો સુરક્ષા-સલામતીનો અનુભવ

Advertisment
અંકલેશ્વર શહેર એ ડીવીઝન અને 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજ કરાયું 
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાડેન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લેવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે. પી.આઈ.પી.જી.ચાવડા અને પી.એસ.આઈ. જીતેન્દ્ર ચૌહાણ અને 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.પોલીસના ઘાડેધાડા રસ્તા પર ઉતરી આવતા લોકોએ સુરક્ષા અને સલામતીનો પણ અહેસાસ કર્યો હતો.
Latest Stories