અંકલેશ્વર: પાનોલીમાં દિવાળીના તહેવારોમાં જુગાર રમતા 12 જુગારીની ધરપકડ

અંકલેશ્વરની પાનોલી પોલીસે સંજાલી ગામના ચવારા ફળિયામાં બિલ્ડીંગ ની પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઈલ ટોર્ચના અજવાળે જુગાર રમતા 12 જુગારીઓની ધરપકડ

New Update
jugar

અંકલેશ્વરની પાનોલી પોલીસે સંજાલી ગામના ચવારા ફળિયામાં બિલ્ડીંગ ની પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઈલ ટોર્ચના અજવાળે જુગાર રમતા 12 જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકના પી.આઈ એસ.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સંજાલી ગામના ચવારા ફળિયામાં આવેલ બિલ્ડીંગ પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઈલની લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 19 હજાર તેમજ 6 ફોન મળી કુલ 47 હજારથી વધુના મુદ્દામાલ સાથે ગામના હમજા પાર્કમાં રહેતો જુગારી કુલદીપ રામ બીસાદ વિશ્વકર્મા,મુકેશકુમાર તારણી પોદાર, પારસ મુન્શીલાલ યાદવ,પ્યારેલાલ શંતુ કોરી,રાજકુમારી જગદીશ કુશવાહા,રાજેન્દ્ર ઘનશ્યામ જાટવ સહિત 12 જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories