અંકલેશ્વર: NH 48 પર ટેન્કર ચાલક પાસે લૂંટ કરી હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા, લોકેશન ન મળે એ માટે ફોન માતાને આપી UP થયા હતા ફરાર

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરનાર ચાર પૈકી બે હત્યારાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો ચકચારી બનાવ

  • નેશનલ હાઇવે પર ટેન્કર ચાલકની કરાય હતી હત્યા

  • લૂંટના ઇરાદે કરવામાં આવી હતી હત્યા

  • પોલીસે ઉત્તરપ્રદેશથી 2 આરોપીની કરી ધરપકડ

  • ચપ્પુના ઘા મારી હત્યાના ગુનાને અપાયો અંજામ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટના ઇરાદે હત્યા કરનાર ચાર પૈકી બે હત્યારાને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો ગત તારીખ-14મી એપ્રિલના રોજ
 મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલામાં  મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 42 વર્ષીય હોરીલાલ યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી.પોલીસે હત્યાના ગુનામાં ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતેથી બે હત્યારાઓ જમની ઉર્ફે સોનું વેંકટેશ વણઝારા અને ભંગારૂ સામબા ભોસલેને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે હત્યારાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ લૂંટના ઇરાદે ટેન્કર ચાલક પોતાનું વાહન પાર્ક કરી સુઈ ગયો હતો તે સમયે ટેન્કરની કેબિનમાં  પ્રવેશ કરી મોબાઈલ ફોન અને રૂપિયા ટેન્કર ચાલકના ખિસ્સામાંથી કાઢતા હતા તે સમયે ચાલક જાગી જતા ઝપાઝપી દરમિયાન બંને ઈસમોએ છરાના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. પોલીસને લોકેશન ન મળે તે માટે આરોપીઓ મોબાઈલ ફોન ગુજરાતમાં રહેતા તેની માતા અને અન્ય એક ઇસમને આપી ગુજરાત છોડી ફરાર થઈ ગયા હતા પોલીસે આ મામલામાં તેઓના માતા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.