અંકલેશ્વર: સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડીના મામલામાં મુંબઈથી 2 આરોપીઓની ધરપકડ !

અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડી કરનાર ૯ પૈકી બે ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

New Update
  • અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે થઈ હતી છેતરપીંડી

  • રૂ.1.76 કરોડની છેતરપીંડીની નોંધાઇ હતી ફરિયાદ

  • છેતરપિંડીના મામલામાં 2 આરોપીની ધરપકડ

  • પોલીસે મુંબઈથી આરોપીઓની ધરપકડ કરી

  • કુલ 9 આરોપી સામે નોંધાઇ છે ફરિયાદ

Advertisment
અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડી કરનાર 9 પૈકી બે ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાયન્સ કંપની પાસેથી  મુંબઈની ચાર કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો.જેની કુલ કિંમત 1 કરોડ 76 લાખ 48 હજાર 375 થતી હતી.તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચુકવ્યુ હતુ.
જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી જેથી પેમેન્ટનુ ચુકવણુ થયું નહોતુ. અંતે અંકલેશ્વરની કંપનીએ ચારેય કંપનીઓના સંચાલકો વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઈઝના અરુણ દશરથ શર્મા, રણજીતસિંઘ, અવીવા લાઈફ સાઈન્સનાં માલિક રાજેશ ઉનીક્રીષ્નન નાયર,પંકજ અગ્રવાલ,હબ ફાર્માના માલિક સુરજ તુલસીરામ નિરંકાર,સમીર અગ્રવાલ વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઈન્ડીયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી,અકૃતિ અવિનાશ શિવપુરી,વિનીત શર્મા સામે છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચે નોંધી  હતી.
આ મામલે પોલીસે વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઈન્ડીયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી અને આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે.જ્યારે અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Advertisment
Latest Stories