અંકલેશ્વર: વાપીથી અયોધ્યા સુધીની રામાથોન પર નિકળેલ 2 દોડવીરોનું કરાયુ સ્વાગત

સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા બંને યુવાનો સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં દોડવીરોનું કરાયુ સ્વાગત

  • વાપીથી અયોધ્યા સુધીની રામાથોન કરી રહ્યા છે દોડવીરો

  • 25 દિવસમાં 1500 કી.મી.સુધીનું અંતર કાપશે

  • બાઇસીકલ ક્લબ દ્વારા સન્માન કરાયુ

  • 22મી જાન્યુઆરીથી શરૂ કરી છે રામથોન

વાપીથી અયોધ્યા ધામ ખાતે જવા નીકળેલ બે દોડવીર અંકલેશ્વર ખાતે આવી પહોંચતા બાયસીકલ  ગ્રુપના સભ્યોએ તેઓનું સ્વાગત કર્યું હતું. વાપી ખાતે રહેતા સંજય શુક્લા અને ઉજ્જવલ ધરોલીયા બંને યુવાનો સ્ત્રી સશક્તિકરણનો સંદેશો આપવાના હેતુથી વાપીથી અયોધ્યા ધામ જવા માટે રામાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બંને યુવાનો આજરોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વર બાઇસીકલ ક્લબ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બંને દોડવીરો 22મી જાન્યુઆરીથી નીકળ્યા છે.જેઓ રોજના આશરે 60 થી 65 કિલો મીટર જેટલું રનિંગ કરી રહ્યા છે.
લગભગ 25 દિવસમાં 1500 કિલોમીટર જેટલું રનીંગ કરી 16મી  ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચશે. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે અંકલેશ્વર બાયસીકલ ક્લબના સભ્યોએ બંને દોડવીરોનું સ્વાગત કરી સન્માન કર્યું હતું.
Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.