અંકલેશ્વર : જે.બી.મોદી કેન્સર સેન્ટરને 25 લાખનું અનુદાન

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી અંતર્ગત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વરા સંચાલિત જે. બી. મોદી કેન્સર સેન્ટરને રૂપિયા 25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

New Update

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી અંતર્ગત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વરા સંચાલિત જે.  બી.  મોદી કેન્સર સેન્ટરને બોરોસીલ રિનિયુએબલસ લિમિટેડ દ્વરા કેન્સર સેન્ટરના ઓપીડીના એક્સપાન્શન માટે રૂપિયા 25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.

બોરોસીલ રિનિયુએબલસ લિમિટેડ દ્વરા કેન્સર સેન્ટરના ઓપીડીના એક્સપાન્શન માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી અંતર્ગત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વરા સંચાલિત જે.  બી.  મોદી કેન્સર સેન્ટરને રૂપિયા 25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. ગત બે વર્ષોમાં ભરૂચ, નર્મદા, રાજપીપળા સુરત અને વડોદરાના આસપાસના વિસ્તારો માટે જે.  બી.  મોદી કેન્સર સેન્ટર કેન્સર સારવાર માટે આશીર્વાદરૂપ બની ગયું છે.

કેન્સરના નિવારણ સાથે સાથે કેન્સર સામે લડત આપવાના પ્રેરણા પૂરું પાડતું આ કેન્દ્ર, લીનીયક રેડીએશન મશીન, પેટ સિટી સ્કેન, કીમોથેરાપી તથા કેન્સર સર્જરી જેવી ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવાની સાથે કેન્સરના દર્દીઓ માટે પોષણક્ષમ આહારરૂપે અમૃત પોષટીક આહાર કીટ, દર્દીઓના માનસિક અને સામાજિક આરોગ્ય માટે મોમેન્ટ્સ વિથ મોહમ્મદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ સલગ્ન કેન્સર જાગૃતિ અને સારવાર જેવા ઉમદા કાર્યો સાથે જે.  બી.  મોદી કેન્સર સેન્ટર 3000થી વધારે લોકોને સારવાર આપી ચૂકી છે.આ પ્રસંગે શ્રીપ્રદીપ ખેરુકા – ચેરમેન બોરોસીલ રિનિયુએબલસ લિમિટેડ તેમજ કંપનીના યુવાન અને ખંતીલા મેનેજિંગ ડાઇરેક્ટર તથા કંપનીના ડાઇરેક્ટર શ્રી સુનિલ રૂંગ્ટા, શ્રી સંતોષ તીબડેવાલ, હોસ્પિટલના સમિતિના સભ્ય શ્રી દાસરથ પટેલે હજાર રહી હોસ્પિટલનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સૂચારું સંચાલન હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આત્મી ડેલીવાલાના અને તેજસ પંડયા વડપણ હેઠળ શ્રી પ્રિયાંક ઝા સુશ્રી સુરભી સોની દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ વતી ડો. ઝાલાએ બોરોસીલ રિનિયુએબલસ લિમિટેડના મોવડીઓનો આભાર માન્યો હતો.

Latest Stories