અંકલેશ્વર: મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિગ કરનાર 4 આરોપીઓ ઝડપાયા

અજાણ્યા ત્રણ પુરૂષો અને એક મહિલાએ રિક્ષામાં બેસાડી મહિલા મુસાફરનું ધ્યાન ભટકાવી ગળામાં પહેરેલ તુલસી વાળી બે તોલાની સોનાની ચેઈન કાઢી લઈ ફરાર થઈ ગયા હતા

Chain snitcher
New Update
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત ચાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના હાંસોટ રોડ આવેલ સાંઇ સુમન હાઉસીંગ સોસાયટીમાં રહેતી હંસાબેન કિશોરચંદ્ર કાપડીયા ગત રોજ બપોરના 12:30 કલાકે અંકલેશ્વર સેફોનથી મોદીનગર બસ્ટેન્ડ વચ્ચે રિક્ષાની રાહ જોઇ ઊભી હતી તે દરમિયાન એક રિક્ષામાં આવેલ અજાણ્યા ત્રણ પુરૂષો અને એક મહિલાએ રિક્ષામાં બેસાડી મહિલા મુસાફરનું ધ્યાન ભટકાવી ગળામાં પહેરેલ તુલસી વાળી બે તોલાની સોનાની ચેઈન કાઢી લઈ ફરાર થઈ ગયા હતા ચેઇન સ્નેચિંગ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
જે બાદ સ્થાનિક પોલીસ અને ભરુચ એલસીબીની સંયુક્ત ટીમોએ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી,રૂટ અને આસ-પાસના સી.સી.ટી.વી. કુટેઝ ચેક કરી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રીક્ષા જુના બોરભાઠા બેટ ગામ તરફ ગયેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી રિક્ષા અને ઇસમો અટકાવી તેઓની તપાસ કરતાં તેઓ પાસેથી સોનાની તુલસીમાળા મળી આવી હતી પોલીસે તેનોની વધુ પૂછપરછ કરતાં તેઓએ એક મહિલાના ગાળામાંથી તેની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી
પોલીસે અમરેલીના રાજુલામાં રહેતો ભરત મગનભાઈ સોલંકી,તાતા બચુભાઈ દેવીપુજક,સંજય નરેશભાઈ રાઠોડ અને રેખાબેન ગોપાલ ચુડાસમાને 1.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલી કાઢ્યો હતો.
#Ankleshwar News #ચેઇન સ્નેચિગ #Chain snitching #અંકલેશ્વર પોલીસ #Ankleshwar police
Here are a few more articles:
Read the Next Article