New Update
ભરૂચના મુલદ ટોલપ્લાઝા નજીક બન્યો હતો બનાવ
ટોલપ્લાઝાના કર્મચારીને મરાયો હતો માર
સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ આવ્યા હતા બહાર
ભાજપના અગ્રણીના પુત્રની ધરપકડ
અન્ય 3 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા
ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર કર્મચારીને માર મારવાના ગુનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ભાજપના આગેવાનના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર તારીખ 29મી એપ્રિલની રાત્રે ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. બેરીકેટ હટાવવાની બાબતે થયેલી માથાકૂટ મારામારીમાં પરિણામી હતી જેમાં કારમાં સવાર ચાર લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોર માર માર્યો હતો.આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા.
આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઇજાગ્રસ્તે ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓમાં ભરૂચ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ, ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ડોલીન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ કબજે કરી છે.ભાજપના આગેવાનના પુત્રની જ મારામારીના ગુનામાં ધરપકડ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Latest Stories