New Update
અંકલેશ્વરની સંસ્કારદીપ શાળામાં ઉજવણી
માતૃભાષાને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો
ધોરણ 1ના વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી
નાટક-ગીત રજૂ કરાયા
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં માતૃભાષાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં સહ અભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માતૃભાષાને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો..
જેમાં ધોરણ એકના વિદ્યાર્થીઓએ માતૃભાષા આધારિત નાટકો અને ગીત રજૂ કર્યા હતા.શાળાના શિક્ષિકા પારુલબહેન તથા નીતાબહેને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ કેમ્પસ ડિરેક્ટર દીપ્તિ ત્રિવેદી રૂપા નેવે તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા...