/connect-gujarat/media/media_files/2025/02/26/v3mqFPlqzwgpEf5eW0sR.png)
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક ચાની કેબીન આવેલી છે.આ કેબિનમાં ગતરોજ મોડીરાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં આખે આખી કેબીન આગની ચપેટમાં આવી ગઈ હતી.
આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.જોકે મુખ્યમાર્ગને અડીને આવેલ કેબિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.નજીકમાં પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશન પણ આવેલું છે ત્યારે મોટી દુર્ઘટના ટળી કહી શકાય