New Update
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશયાલીટી હૉસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ સંયુક્ત ઉપક્રમે વાલિયાના કોંઢ ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો
ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશયાલીટી હોસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક આંખ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક ચશ્માં પણ આપવામાં આવ્યા હતા.આ કેમ્પમાં આંખ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી.કેમ્પમાં જયાબહેન મોદી હોસ્પિટલનો સ્ટાફ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories