અંકલેશ્વર : એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગરબા આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યોની બેઠક યોજાય...

અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ચાવડાની અધ્યક્ષતામાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ શેરી ગરબાના આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યોની બેઠક યોજાય

New Update

’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેઠકનું આયોજન કરાયું

આગામી નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને બેઠક યોજાય

ગરબા આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યોની બેઠક મળી

નવરાત્રિ મહોત્સવને લઈને વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરાય

પોલીસ તંત્રને સહયોગ આપવા માટે ઉપસ્થિતિઓ ખાત્રી આપી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 3જી ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રિ મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસ ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ચાવડાની અધ્યક્ષતામાં ગુંજ સોશિયલ ગ્રુપ સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ શેરી ગરબાના આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યોની બેઠક યોજાય હતી.

આ બેઠકમાં નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ગરબા આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યોને અપીલ કરવામાં આવી હતી.

આ સાથે જ બેઠક દરમ્યાન સલાહ-સૂચનોને આવકારી સૌકોઈ ઉપસ્થિતોએ પોલીસ તંત્રને સહયોગ આપવા ખાત્રી આપી હતી. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતશહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ગરબા આયોજકો તથા શાંતિ સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories