અંકલેશ્વર: ઇદે મિલાદના પર્વને અનુલક્ષી GIDC પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

આગામી તારીખ 16 મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઇદે મિલાદના પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

આગામી તારીખ 16 મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઇદે મિલાદના પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

તાજેતરમાં સુરતમાં ગણેશ ઉત્સવ દરમ્યાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદના પર્વ નિમિત્તે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવશે ત્યારે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં આ તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં દઢાલ, સારંગપુર તેમજ જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાંથી ઝુલુસ પસાર થશે. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે
Latest Stories