રથયાત્રા-મહોરમ પર્વની ઉજવણીને ધ્યાને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાય

અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી

New Update

અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી

આગામી દિવસોમાં અષાઢી બીજના રોજ રથયાત્રા તો મુસ્લિમ સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ બંને પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે તો બીજી તરફ મોહરમના પર્વ પર તાજીયાનું ઝૂલુસ કાઢવામાં આવશે.

આ દરમિયાન કોઈ અનીરછનિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે  શાંતિસમિતિની બેઠકમાં આ બન્ને પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો અને  હિન્દૂ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા

Latest Stories